કામદારોના અધિકારો
Workers' rights - Gujurati
કામદારોના અધિકારો
એક કામદાર તરીકેના તમારા અધિકારોનું રક્ષણ યુકેના કાયદા દ્વારા કરવામાં આવે છે.
કેટલાક અધિકારો તમને નોકરી મળે કે તરત જ અમલમાં આવે છે, જ્યારે અન્ય તમે કેટલા સમય સુધી કામ કરો છો તેના પર આધાર રાખે છે. આ પુસ્તિકામાં તમારે તમારા નિયોક્તા પાસેથી શું અપેક્ષા રાખવી જોઈએ તે વિશે તૈયાર કરવામાંઆવી છે. આ તમારા કાનૂની અધિકારો છે.
GLAA વિશે
ગેંગમાસ્ટર્સ એન્ડ લેબર એબ્યુઝ ઓથોરિટી (GLAA) એ કામદારોને શોષણથી બચાવવા માટે સ્થાપવામાં આવેલી સંસ્થા છે. અમે જાગૃતિ લાવવા, શોષણને રોકવા અને સમગ્ર યુકેમાં લાઇસન્સ વિનાની અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની તપાસ કરવા ભાગીદાર સંગઠનો સાથે કામ કરીએ છીએ.
અમે તપાસ કરીએ છીએ કે કામદારો સાથે ન્યાયી અને કાનૂની રીતે વર્તન કરવામાં આવે છે. અમે શ્રમિકો સાથેના દુર્વ્યવહારના મુદ્દાઓ જેવા કે વેતનની ઓછી ચૂકવણી, બળજબરીથી મજૂરી અને માનવ તસ્કરી જેવા આધુનિક ગુલામીના ગુનાઓની તપાસ કરીએ છીએ.
અમારી લાઇસન્સિંગ યોજના એવા વ્યવસાયોને નિયંત્રિત કરે છે કે જે નવા ઉત્પાદન અને બાગાયતી ક્ષેત્રોમાં કામદારોને સપ્લાય કરે છે તેની ખાતરી કરવા માટે કે તેઓ કાયદા દ્વારા જરૂરી રોજગાર ધોરણોને પૂર્ણ કરે છે. તેમાં કૃષિ, બાગાયત, છીપનું એકત્રીકરણ અને તમામ સંબંધિત પ્રક્રિયા અને પેકેજિંગનો સમાવેશ થાય છે.
આ વિસ્તારોમાં તમામ 'ગેંગમાસ્ટર્સ' (કર્મચારીઓને સપ્લાય કરતી કંપનીઓ અથવા વ્યક્તિઓ) પાસે જીએલએએ (GLAA) લાઇસન્સ હોવું આવશ્યક છે અને તે લાઇસન્સિંગ માપદંડોનું પાલન કરવું જોઈએ. આ વિસ્તારોમાં લાઇસન્સ વિના કામ કરવું અથવા કામદારોને સપ્લાય કરવા માટે લાઇસન્સ વિનાના ગેંગમાસ્ટર્સનો ઉપયોગ કરવો એ ફોજદારી ગુનો છે.
સંકેતને ઓળખો
એવા ઘણા સંકેતો છે જે સૂચવી શકે છે કે કોઈનું શોષણ કરવામાં અથવા નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. આમાં નીચેની બાબતોનો સમાવેશ થઈ શકે છે:
- કામ માટે બહુ ઓછું અથવા બિલકુલ પેમેન્ટ મળતું નથી
- કોઈ પણ રજા વગર વધુ કલાકો સુધી કામ કરવાની ફરજ પડી રહી છે
- પાસપોર્ટ, ઓળખના દસ્તાવેજો અથવા પૈસા ન હોવાને કારણે
- મુક્તપણે સંદેશાવ્યવહાર કરવામાં અસમર્થ હોવાને કારણે
- હલકી ગુણવત્તાવાળા આવાસોમાં રહેવાને કારણે
- સારવાર ન કરાયેલી ઇજાઓ હોવાને કારણે
- પરિવહન અથવા અનિચ્છનીય સેવાઓ માટે લોન લેવી
- કામ, મુસાફરી અને રહેવાની સગવડ માટે નિયોક્તાઓ પર આધાર રાખવો
www.gla.gov.uk પર કામદારના શોષણના સંકેતોને કેવી રીતે ઓળખવા તે વિશે તમે વધુ શોધી શકો છો.
જો તમને જે વેતન અને સ્થિતિ મળવી જોઈએ તે તમને ન મળતી હોય, અથવા તમને કર્મચારીઓના શોષણ સંબંધિત કોઈ ચિંતા અથવા શંકા હોય, તો કૃપા કરીને વિલંબ કર્યા વિના અમારો સંપર્ક કરો.
રોજગારીના અધિકારો અંગે સલાહ માટે, તમારા સ્થાનિક સિટીઝન્સ એડવાઇઝ બ્યુરો અથવા એસીએએસ (ACAS)નો 0300 123 1100 પર સંપર્ક કરો.
અમારો સંપર્ક કરો
સલાહ, સહાય અથવા કોઈ સમસ્યાની જાણ કરવા માટે અમારો સંપર્ક કરો.
અમારી નિઃશુલ્ક, ગોપનીય હેલ્પલાઇન પર કોલ કરો: 0800 432 0804
ઈ-મેઈલ: contact@gla.gov.uk
www.gla.gov.uk
માહિતી માટે અને સમસ્યાઓની જાણ કરવા માટે
કટોકટીમાં, જો જીવનું જોખમ હોય, અથવા હિંસા પહોચાડવામાંઆવી હોય અથવા ધમકી આપવામાં આવી રહી હોય, તો 999 નો ઉપયોગ કરીને પોલીસને કોલ કરો.
તમારા રોજગારના અધિકારો
રાષ્ટ્રીય લઘુતમ વેતન
જો તમે કાયમી નોકરીમાં હોવ, ટૂંકા ગાળાના કરાર પર હોવ અથવા કોઈ એજન્સી માટે કામ કરતા હોવ, તમારી ઉંમરના આધારે તમે જે મેળવો છોએ તે ઓછામાં ઓછું રાષ્ટ્રીય લઘુત્તમ વેતન (NMW) અથવા રાષ્ટ્રીય આજીવિકા વેતન (NLW) તમને મળવું જોઈએ.
જો તમે 'શાંતિ કાર્ય' પગાર પર હો(તમે જેટલી વસ્તુઓ પૂરી કરો છો, પેક કરો છો અથવા પસંદ કરો છો તેની સંખ્યા માટે) તો પણ તમારે દર કલાકે ઓછામાં ઓછું સંબંધિત લઘુતમ વેતન મેળવવું જોઈએ.
કેટલાક અપવાદો છે, જેમાં સ્વ-રોજગાર અને સ્વૈચ્છિક કામદારોનો સમાવેશ થાય છે. વધુ જાણવા માટે, www.gov.uk જાઓ અને 'NMW' ની શોધ કરો.
આઇટમ- મુજબ પગારની સ્લિપ
તમને જે દિવસે પગાર મળે તે દિવસે તમારે પગારની સ્લિપ મેળવવી જોઈએ, જે તમારો કુલ પગાર અને તમારો કુલ(ઘરે લઈ જાઓ)તે)પગાર દર્શાવે છે. તે તમારા પગારમાંથી કરવામાં આવેલી કોઈપણ કપાતની રકમ અને કારણ સૂચવવું જોઈએ. કપાતો કે જે દરેક વખતે ચૂકવણી કરવામાં આવે ત્યારે બદલાય છે, જેમ કે કર અને રાષ્ટ્રીય વીમા, દરેક પે સ્લિપ પર સૂચિબદ્ધ થવું જોઈએ. તમારે તમારો સંમત કર્યા મુજબનો પગાર સમયસર પ્રાપ્ત કરવો આવશ્યક છે, જેમાં તમને ચૂકવવાપાત્ર કોઈપણ રજા અથવા માંદગીનો સમાવેશ થાય છે.
કામના કલાકો
તમારે અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ ન કરવું જોઈએ, જેમાં કોઈપણ ઓવરટાઇમનો પણ સમાવેશ થાય છે, સિવાય કે તમે તેમ કરવાનું નક્કી કર્યું હોય.
તમે દર અઠવાડિયે ઓછામાં ઓછો એક દિવસ અથવા દર બે અઠવાડિયે બે દિવસની રજા મેળવવાના હકદાર છો. જો તમે દિવસમાં છ કલાકથી વધુ કામ કરો છો, તો તમારે ઓછામાં ઓછા 20 મિનિટનો આરામ કરવો જોઈએ.
વાર્ષિક રજા
કાયદા દ્વારા, તમે વર્ષમાં ઓછામાં ઓછા થોડા અઠવાડિયાની સવેતન રજા મેળવવા માટે હકદાર છો, જે તમારા કામના પ્રથમ દિવસથી શરૂ થાય છે. જેમાં પાર્ટ ટાઈમ, ઝીરો-અવર અને ફિક્સ્ડ ટર્મ કોન્ટ્રાક્ટના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
તમને કેટલી રજાઓ મળે છે તે તમારા કામકાજના દિવસો અથવા કલાકો પર આધારિત છે. તે તમારા સામાન્ય કામના કલાકો (પાર્ટ-ટાઇમ કામદારોના સપ્રમાણ) પર આધારિત છે, જે તમે તમારા નિયોક્તા માટે કામ કરો છો તે સમય દરમિયાન મેળવે છે અને તેને તમારા સામાન્ય કામના દરે ચૂકવણી કરવી જોઇએ.
જ્યારે તમે તમારી નોકરી છોડી દો છો, ત્યારે તમારી બાકી નીકળતી કોઈપણ રજા તમને ચૂકવવી આવશ્યક છે. જો તમારા નિયોક્તા તમને કોઈ પણ રજા લેવાની મંજૂરી આપતા ન હોય અથવા તમારે રજાનો પગાર બાકી હોય, તો તમે રિફંડનો દાવો કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન માટે અકાસ હેલ્પલાઈન અથવા સિટીઝન્સ એડવાઈસનો સંપર્ક કરી શકો છો.
gov.uk પર 'પે એન્ડ વર્ક રાઇટ્સ' વિશે વધુ જાણો.
વેતનની કપાત
તમારા નિયોક્તા તમારા પગારમાંથી ફક્ત થોડી કપાત કરી શકે છે અને તે તમારી પગારની સ્લીપ પર સૂચિબદ્ધ થવી જોઈએ.
કપાત પછી તમારે હંમેશાં બતાવેલ 'કુલ રકમ' પ્રાપ્ત કરવી જોઈએ. કેટલીક કપાતો વૈધાનિક હોય છે, જેમ કે કરવેરા અને રાષ્ટ્રીય વીમો, અન્ય કે જેની સાથે તમે સંમત થઈ શકો છો, જેમ કે આવાસ અથવા પરિવહન ખર્ચ.
કરારમાં કેટલીક કપાત કાનૂની ન હોઈ શકે. તમે જે કપાત માટે સંમત થાઓ છો તેમાં પણ, આવાસ માટે મર્યાદિત રકમ સિવાય, તમારો પગાર લઘુત્તમ વેતન કરતા ઓછો ન લેવો જોઈએ. જો તમને ખાતરી ન હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
માંદગીનો પગાર
જો તમે બીમાર હોવ અને કામ ન કરી શકો તો તમને કેટલું વેતન મળશે તે તમારા કરારમાં જણાવવું જોઈએ. યુકેમાં તમે જે લઘુત્તમ રકમ મેળવવાના હકદાર છો તે વૈધાનિક માંદગી વેતન (SSP) છે. જ્યારે તમે સતત ચાર દિવસ અથવા તેથી વધુ સમય માટે કામથી દૂર હોવ ત્યારે આ લાગુ પડે છે. તમારો કરાર તમને અન્ય સંજોગોમાં વધારાનો પગાર અથવા લાભ આપી શકે છે.
આરોગ્ય અને સલામતી
કાર્યસ્થળ પર તમારા આરોગ્ય અને સલામતી માટે તમારા નિયોક્તાની કાનૂની જવાબદારી છે. તમારે માહિતી, તાલીમ, રક્ષણાત્મક વસ્ત્રો અને જ્યાં યોગ્ય હોય ત્યાં કોઈ પણ જરૂરી ફેરબદલી વિના મૂલ્યે પ્રાપ્ત કરવી જોઈએ.
નિયમો અને શરતો
જ્યારે તમે કામ શરૂ કરો છો ત્યારે તમારે તમારા રોજગારની મુખ્ય શરતો દર્શાવતો એક દસ્તાવેજ પ્રાપ્ત કરવો જોઈએ. આ દસ્તાવેજમાં 'મુખ્ય નિવેદન' શામેલ છે, જે તમને તમારા કામના પ્રથમ દિવસે જ આપવું જોઈએ અને તેમાં નીચેની બાબતોનો સમાવેશ થવો જોઈએ:
- તમારું નામ
- તમારા નિયોક્તાનું નામ અને સરનામું
- કાર્યનું શીર્ષક અથવા કાર્યનું વર્ણન અને શરૂઆતની તારીખ
- કાર્યનું સ્થળ, જેમાં તમામ સ્થાનો શામેલ હોવા જોઈએ
- તમને કેટલી ચુકવણી કરવામાં આવશે અને કેટલી વાર ચૂકવણી કરવામાં આવશે
- કામના કલાકો અને દિવસો, અને જો તે બદલાશે
- હકની રજાઓ (જાહેર રજાઓ સહિત)
- નોકરી કેટલા સમય સુધી ચાલશે તેવી અપેક્ષા છે
- પ્રોબેશન અવધિનો સમયઅને શરતો
- ફરજિયાત તાલીમ
- અન્ય કોઈ પણ લાભો (ભોજન,બાળ સંભાળ, વાઉચર્સ)
તમારા કામના પ્રથમ દિવસે જ તમારા નિયોક્તાએ પણ તમને આના વિશે જણાવવું જોઈએ:
- માંદગીનો પગાર અનેતે માટેની પ્રક્રિયાઓ
- અન્ય ચૂકવેલ રજાઓ
- નોટિસની અવધિ
કાર્ય શરૂ કર્યાના બે મહિનાની અંદર તમારે વધુ માહિતી સાથે એક વ્યાપક લેખિત નિવેદન પ્રાપ્ત કરવું જોઈએ.